આદત પડી છે
આદત પડી છે
વેદના જીરવવાની આદત પડી છે,
યાતના સહેવાની આદત પડી છે,
ખુશીએ ભલે મુજથી કિટ્ટા કરી હોય,
હસીને જીવવાની આદત પડી છે,
અડચણો અવરોધો હવે શું ડરાવે ?
ઠોકરો ખાવાની આદત પડી છે,
હવે કોઈ વાતનું માઠું નહીં લાગે,
ભૂલીને જીવવાની આદત પડી છે,
દોસ્તોના દગાને સહજ હું ગણું છું,
દોસ્તી નિભાવવાની આદત પડી છે,
મારાં પરાયાં તો માત્ર ભ્રમણા છે,
નિર્લેપ જીવવાની આદત પડી છે,
જિંદગીનાં રહસ્યને જાણી લીધું છે,
મૌનમાં જીવવાની આદત પડી છે,
મોત સાથે ઘણી યે મુલાકાત થઈ છે,
મરીને જીવવાની આદત પડી છે,
