હોય છે
હોય છે

1 min

13K
અહંની દિવાલો ચણી હોય છે,
અહીં સહુને કોઈ ટણી હોય છે.
ઇજારો નથી શબ્દનો, ઘાવ પર,
અસર મૌનની પણ ઘણી હોય છે.
ઉગે લાલિમા સાંજને, સૂરજે;
જતી વેળ ચૂંટી ખણી હોય છે.
થવા સત્ય સાબિત, જુઠે સતત,
કહાણી હજારો વણી હોય છે.
સુખો વાવવાની અપેક્ષા તળે,
વ્યથા કેટલીયે લણી હોય છે.
અમસ્તી નથી તાસિરે મીઠડી,
અમે જાત આખી છણી હોય છે.