STORYMIRROR

Medha Antani

Horror

3  

Medha Antani

Horror

અસર છે

અસર છે

1 min
13.7K


એટલી તારી અસર છે,

ના મને મારી ખબર છે.


છે સુગંધી કારસાઓ,

બાગ તો યે બેખબર છે.


નામ તારે મેં લખેલાં

લાગણીઓનાં નગર છે.


ટેરવે થી કંકુ ઉડે

મનની મોસમ માગશર છે.


સાવ સાચી અટકળો છે,

ના "અગર" છે ના "મગર" છે.


માંગીએ ,એ આપવામાં,

ઓ ખુદા! કાં કરકસર છે?


ઢોલ પીટે છે બધાં ,જે

વાત એ પાયા વગર છે.


એ જ ચીંધે રાહ સાચો,

ભીતરે જે રાહબર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Horror