STORYMIRROR

Medha Antani

Others

3  

Medha Antani

Others

..."છે"...

..."છે"...

1 min
13.9K


‎નાનકડો અક્ષર વાક્યના અર્થો બદલાવી શકે ,સમયનો વર્તમાનપ્રવાહ બતાવે,વળી હકારાત્મકતાસૂચક,માત્ર એક ? અથવા . ચિહ્નથી વાક્યનો સૂર બદલી જાય,માણસના જીવંત હોવા ન હોવાનો ય દ્યોતક.



નાનો અમથો છેવાડે 'છે'

શબ્દોના એ સીમાડે 'છે.'


ઠાઠે બેસે કેવો છેલ્લે !

એને 'માતર' ટેકા દે 'છે.'


પૂછો તો ? પ્રશ્નો ઊઠાવે

બાકી પૂરા વીરામે 'છે'.


નાને હા માં બદલી નાખી

ઉમ્મીદોને જીવાડે 'છે.'


પળપળની આવનજાવનમાં

આજે જે છે અત્યારે 'છે.'


જીવનને મૃત્યુ સંદર્ભે

અટકળ જેવું દેખાડે 'છે.'


Rate this content
Log in