STORYMIRROR

Medha Antani

Others

3  

Medha Antani

Others

ના કર

ના કર

1 min
26.9K


એકની એક તું પૂછ્યા ના કર

વાત વીતેલને ઘૂંટ્યા ના કર


આ બધું છે લખેલ પહેલેથી

હસ્તરેખા અફર લૂછ્યા ના કર


કાન છે,કાન દે ભલે સઘળે

છેક મનમાં લઈ સુણ્યા ના કર


જે કહે,ચોખવટ કરી કહેજે

હા એ હા કાયમી ધૂણ્યા ના કર


રાખ બારી જરાક ખોલેલી

તું તમસનું ગળું ટુંપ્યા ના કર


બે દુ ને ચાર એમ થાય નહીં

લાગણી તર્કથી ગુણ્યા ના કર


નમ્રતા દંભમાં ખપી જાશે

જાત બીછાવ કે ઝુક્યા ના કર


Rate this content
Log in