STORYMIRROR

Medha Antani

Others Inspirational

3  

Medha Antani

Others Inspirational

જોઉં છું

જોઉં છું

1 min
13.3K


કશ્મકશ એવી ભયંકર જોઉં છું

જાતમાં ઊઠ્યું બવંડર જોઉં છું

ચેતવું ક્યાંથી મને ગોરખ બની?

‎ભીતરે છૂપો મછંદર જોઉં છું

 ‎

નાખુદા,ના છે ખુદા સાથે છતાં

નાવનો બેલી સમંદર જોઉં છું

રાવ કે સરપાવથી ના ફર્ક હો

કેટલા એવા કલંદર જોઉં છું

બંદગી સાહેબની જ્યારે ઉઠે

હું મને ત્યારે સદંતર જોઉં છું


સામગ્રીને રેટ આપો
લોગિન