STORYMIRROR

Medha Antani

Comedy Drama

3  

Medha Antani

Comedy Drama

ભજીયાંંદાસ રચિત મેઘદૂતમ્

ભજીયાંંદાસ રચિત મેઘદૂતમ્

1 min
315


આષાઢસ્ય પ્રથમ દિવસે વાદળ ગર્જ્યાં આવે

જાવ પ્રિયે રાંધણીયે ! કે,વાલમને ભજીયાં ભાવે,


કોરો લોટ ચણાનો,

  ખીરું થઈ જાવાને તરસે,

બટાકાનાં પતીકાં પર,

     માથાબોળું વરસે !


કાંદા, મેથી, કેળાં, વિધવિધ મીક્સ પણ બનાવડાવે,

જાવ પ્રિયે રાંધણીયે ! કે,વાલમને ભજીયાં ભાવે,


દિવસે દાળવડાં ઓફિસમાં,

       રાતે ઘરમાં ભજીયાં,

મણમોઢે મરચાં દાબંતો,

        પેટ કરાવે કજીયા,


ભવભવનો ભજીયા ભૂખ્યો, તોયે તળ્યાં ચટકાવે,

જાવ પ્રિયે રાંધણીયે ! કે,વાલમને ભજીયાં ભાવે,


દોરીએ લટકેલાં કપડે,

    એનો જીવ લટકતો,

સૂકાશે એ ક્યારે? મૂઓ,

     મેઘ નથી અટકતો,


સૂકાયો રોમાન્સ પ્રિયાનો, ઘર-વરના ચકરાવે,

જાવ પ્રિયે રાંધણીયે ! કે, વાલમને ભજીયાં ભાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy