Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Comedy Others

4  

Mrugtrushna Tarang

Comedy Others

ત્રાહિમામ હું

ત્રાહિમામ હું

1 min
374


શી ગણતરી મારી આજનાં આ કાળમાં,

એ કૉરોના વગર વાંકે લપટાયો જો હું કાળઝાળમાં,


કથની કહેવા જેવી જરીકે નથી તારી, તપતી

ધૂપની ઉકળતી - ઠારતી મૃત્યુ કેરી ઝંઝાળમાં,


ટચૂકડો એક વાઇરસ ક્યાંક કોઈ વિદેશથી આવ્યો,

ટપ ટપ ટપકાવવા લાગ્યો માણસોને પરસાળમાં,


તારે કારણે જ હે કૉરોના વાઇરસ,

નાનાં નાનાં ભૂલકાંઓ નથી જઈ શકતાં નિશાળમાં,


પાસ્તા, પિત્ઝા, બર્ગર, સેન્ડવીચ ને ફ્રાઈઝ ભૂલ્યા,

સંતોષ મળ્યો લાંબા ગાળે સહુને ભાતદાળમાં,


નખરાં નિતનવા ભૂલવા જ પડ્યાં મેકઅપ વગરનાં,

ઘરનાં કામોમાં ભૂલું ક્લિપ નાખવાનું ય વાળમાં,



કાશ રહેતાં હોત અમેય ઊંચી ઊંચી ઈમારતમાં, 

ફરવા મળત ટેરેસ પર, હાય રે કિસ્મત,

રહું છું હું તો જર્જરીત ચાળમાં,


દિવસભર ન ધોવા પડે વારેઘડિયે વાસણો એટલે, 

જમી લઈએ છીએ અમે ભોજન એક જ થાળમાં,


ઑનલાઇન સ્ટડીઝે તો પત્તર ખાંડી નાંખી મારી,

સ્ટુડન્ટસ ને બદલે હોમવર્ક પૂરું કરતો બાપ જ સારસંભાળમાં,


એક ને એક ફિલ્મો જોઈ લર્ન થૈ કે ઊંઘમાં ય પ્રશ્ન ઉદ્દભવતો,

થ્રિ ઇડિયટ્સમાં ફિલ્મમાં - શું ચોંટાડયું'તુ નાળમાં !


બૉસની ત્રાડ ને બૈરીની રાડથી થાક્યો હવે હું બહુ,

ક્યાંક જઈ છુપાઉં તો, પોલીસ ન મોકલતાં મારી ભાળમાં,


પૈસાની તંગી ને વસ્તુઓની ઓછપ, ક્યારે મટશે,

કાશ ! પ્રભુ અપાવી હોત તેં નોકરી મને ટંકશાળમાં,


હવે તો કર રહેમ ખુદા, ક્યાં સુધી તડપાવીશ અમને ?

નવતર પ્રયોગ કર ને કૉરોના ભગાવ,

૨૦૨૧ વર્ષનાં નિકટતમ કાળમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy