STORYMIRROR

Mrugtrushna *Tarang*

Abstract Inspirational

3  

Mrugtrushna *Tarang*

Abstract Inspirational

ગિવ મી અ બ્રેક, બ્રો

ગિવ મી અ બ્રેક, બ્રો

2 mins
192


કરું છું હું તને જ કેવળ પ્રેમ

લખી દીધું હૃદયે મેં તારું નેમ

પણ, આવે છે ક્યારેક મને વિચારો એમ,

કે, ઉપરી દેખાવે તો હું હતો જેમતેમ !

તો પછી શા કારણે તું કહે મને રૂપેરી હેમ !


બહુ કસ્યું મગજ, ને છીણ્યો મારો વ્હેમ..

રખે ને જોયો નૈં હોયને એણે મને શેમશેમ !

હવે થયો હું મોટો, ન્થ રહ્યો બેબીફ્રેમ !

પણ, આ શું મનેય ગમતો તું શેમશેમ !

આને જ શું કહેતા હશે 'એલજીબિટીએમ'


યુગોથી છોરો પરણે છોરીને જ કેમ ?

છોરી છોડી ઘરદ્વાર રહે છોરા સંગ કેમ ?

છોરો તો પણ જઈ શકે છોરીને ઘર એમ !

તું તારે ઘેર, હું મારે, તોયે ભેળાંભેળું રમીએ ગેમ..

દૂર દૂર દોડીને પાછો ઘેર આવું હેમખેમ !


આપણ માંસલ દેહ આકર્ષે તને-મને, વ્હાય, કેમ !

છોરીનાં ટચથી મને કાંટો વાગ્યો, ડોન્ટ બ્લેમ !

ઉપરાણું લઉં જો તારું, લેવું રહ્યું તારે મારું એમ

,

ન ફાવ્યું જો બંનેને, નૈં કરવાનો કદીયે પછી ક્લેમ !


પૈસો કમાવવો રહ્યો મોજમજા માટે પ્રિયે થેમ !

ચલ આજ ન્હાવા જઈ પડ્યે નવા ડેમ !

ન રાખતો કાન કાચો કદીયે, પડશે ખોટા વ્હેમ !

ઇલુ ઇલુ કરવું સહેલું, ગાવું નૈં ફાવતું ઓ પ્રેમ


તારી પ્રસિદ્ધિથી ખુશ હું, કર પ્રે, મળે મનેય ફેમ..

કેટલીવાર કહ્યું, નૈં કહેવાનું મને ગોરી મૅમ ! 

રહેવું હોય સાથે તો લખ લિસ્ટ સેમ ટૂ સેમ,

વ્હેંચી લેવા કામો ઘરબારનાં ફ્રેમ ટૂ ફ્રેમ !


ભાવતું ખૈ ઍન્જોય કરીયે, કેમ ન રે'વું જેમતેમ !

જોહુકમી નૈં ચાલે ભૈ, જીવવું નૈં મારે 20-30 ગ્રેમ !

અંતકાળે તારે ખોળે હું મરું, મારે ખોળે તું ટૅમ,

ગૅ છૌં તો શું થ્યુ, અમીબા નથી, નૈં માંગતા રહેમ !


બસ એટલું જ કે, જીવવા દ્યો અમને, જીવો તમે જેમ,

જીવન છે મળ્યું આવું, જીવી લેવા દો હેમખેમ !


Rate this content
Log in