નવિન
નવિન
1 min
14.5K
"શું છે નવિનમાં?,"
આદતવશ પુછ્યું એમણે,
"નવિનમાં?
બસ ખાસ કાંઈ નહી."
અમે પણ સહજ જવાબ વાળ્યો.
મન ચકરાવે ચડ્યું,
'હતું કાંઈ નવિનમાં?'
એની વાચાળ આંખો અને
ચહેરા પર પ્રશ્નાર્થી સ્મિત.
અદામાં છલકતી શેઠાઈ,
રમૂજમાં માર્મિક છટા..
એની શબ્દ તરફની વફા
અલગારી ઓલિયા સમ અદા
એની ગઝલ જાણે ખુદાની બંદગી
બે શ્વાસ વચ્ચે આખેઆખી એક જિંદગી
થોડા અધૂરા અવ્યક્ત સ્પંદનો અને
શબ્દોમાં ન ઢળેલી લાગણીઓ,
ઘણું બધુ હતું નવિનમાં
બધું જ હતું નવિનમાં
પણ હવે નવિન કયાં?
ગુંજે છે હજુ નવિન,ધબકારમાં
ચેતન છે હજુ નવિન,ધબકારમાં