અરમાન
અરમાન
તુજને મળ્યા બાદ મારા મનમાં તરંગો,
મારા રોમ રોમમાં લહેરાવા લાગ્યા છે
તુજને મારી પ્રિયતમા બનાવવા માટે,
મારા દિલમાં અરમાન થવા લાગ્યા છે,
તારી તસ્વીર મારા દિલમાં વસાવીને,
તારા પ્રેમની અનુભૂતિ મારે કરવી છે,
સંગેમરમરની તારી મૂરત બનાવીને મારે,
તારો પ્રેમ મેળવવા આરાધના કરવી છે,
તારા પ્રેમની સેજ સજાવવા માટે મારે,
તારા પ્રેમનો રંગ મહેલ ચમકાવવો છે,
પ્રેમના રંગ મહેલમાં તારી દરકાર કરીને,
મારે દિન રાત ચોકીદારી તારી કરવી છે,
તુજને પ્રાપ્ત કરીને મારા સૂના જીવનમાં,
પાનખર દૂર કરીને વસંત મહેકાવવી છે,
તારા પ્રેમની ભવ્ય મહેફિલ સજાવીને,
તારા પ્રેમની મધુર ગઝલ મારે ગાવી છે,
તુજને પ્રેમભર્યુ આલિંગન આપીને મારે,
તારા પ્રેમમાં મદહોશ બનીને મ્હાલવું છે,
તારી યૌવન સરિતામાં ડૂબીને "મુરલી",
તારા કોમળ દિલમાં મારે સમાઈ જાવું છે.