Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Drama

2.1  

Jashubhai Patel

Drama

ગઝલ

ગઝલ

1 min
13.8K


તમે તો એમજ , શબ્દોનાં પ્રાસ લખ્યા હતા,

હું સમજ્યો કે , દિલનાં અહેસાસ લખ્યા હતા.

ઘરઘટ્ટાની જેમ રમતમાં , તમે કરી હશે મહોબ્બત,

અમે તો અમારા , આખરી શ્વાસ લખ્યા હતા.

નીકળી ગયા તમે તો , એમ જ કશું કહ્યા વિના,

અમે તો અમારા , આખરી પ્રયાસ લખ્યા હતા.

હતા પ્યારમાં પાગલ તમારા , એટલે જ તો,

મહોબ્બતનાં એ સંદેશાઓ , ખાસ લખ્યા હતા.

એ તો તમે સમજ્યા નહિ , અમારા પ્રેમને કદી,

બાકી અમે તો પ્રચંડ વિશ્વાસ લખ્યા હતા.

અમથી દૂર જવાનો નિર્ણય તો તમારો હતો,

અમે તો ખુદને , તમારી આસપાસ લખ્યા હતા.

આપના મનમાં શું હશે , ખબર નથી 'જશ',

બાકી અમે તો , પ્રણયના ઇતિહાસ લખ્યા હતા. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama