આજે આંખમાં ,
આજે આંખમાં ,
1 min
6.4K
આંસુ એક છલક્યું છે આજે આંખમાં,
મોર થઇ ટહુક્યું છે આજે આંખમાં.
સાવ સૂકી ભૂમિ પર કેવું જુઓ,
વ્હાલ થઇ ટપક્યું છે આજે આંખમાં.
રાતભર જે જાગતું શબરી બની,
સ્વપ્ન નવું ઝબક્યું છે આજે આંખમાં.
શબ્દ ઓગળ્યાં હતાં જ્યાં મીણ થઈ,
મૌન પણ હરખ્યું છે આજે આંખમાં.
દ્રાર રાખ્યું બંધ છે , 'જશ' છતાં,
કોણ આ ફરક્યું છે આજે આંખમાં.