તું જ છે
તું જ છે
તું જ છે કવિતા મારી,
તું જ છે સરિતા મારી.
સર્વ ચીજ લાગે ફિક્કી,
તું જ છે ભાવિતા મારી.
તું કરે સહન ને વહન પણ,
તું જ છે ધારિતા મારી.
સુખે પાછળ, આગળ દુખે,
તું જ છે ભારિતા મારી.
છે દુષ્કર તરવો સંસાર આ,
તું જ છે તારિતા મારી.
કરું ભૂલો કદિક જ્યારે,
તું જ છે વારિતા મારી.
સૌ કહે ફાવી ગયો 'જશ',
તું જ છે ફાવિતા મારી.