જોવાઇ ગયું
જોવાઇ ગયું
આજ કોઇની સામે જોવાઇ ગયું,
લાગ્યું જાણે અમૃત પિવાઇ ગયું.
કહ્યું નહિ તેણે જે, તે બધું ય,
તેની આંખમાં એમ જ વંચાઇ ગયું.
જવું તો હતું સાવ ખાલી હાથે,
તોયે જોને કેટકેટલું લેવાઇ ગયું.
સંતાડવું'તું જે આજ બધું દિલમાં,
જુઓ કેવું ખુલ્લા થવાઇ ગયું.
સહેજે ખબર ના પડી અમ હૈયાને,
તેમાં કોઇ કેમ આટલું છવાઇ ગયું !
લખ્યું 'તું જે નામ કોરા કાગળ પર,
આજ મુજ હદયમાં કોતરાઇ ગયું.
ઘણા દિવસો બાદ 'જશ' ફરી પાછું,
પ્રેમનું ખૂબસુરત ગીત ગવાઇ ગયું.