કર્મયોગી
કર્મયોગી
1 min
6.8K
ભમરો છું ને ભોગી છુ ,
તોપણ હું તો યોગી છું .
ગોપીઓ કહે ભલેને કે,
હું એક મોટો ઢોંગી છું.
પ્રેમ છે હથિયાર મારું,
ને હું ખુદ પ્રેમરોગી છું.
સમગ્ર વિશ્વના માનવોને,
શીખવનાર જ્ઞાનયોગી છું.
ગીતાનો છું ગાનાર 'જશ',
યોગેશ્વર કર્મયોગી છું