શબ્દો
શબ્દો
1 min
13.6K
શબ્દોને ક્યાં છે જુબાન, તોયે બોલતા,
ન બોલી શકે સ્વયં કશુંય, તોયે ટહૂકતા.
એ તો છે સ્વયં બહેરાં ને બોબડાં,
સાવ નિર્જીવ, અંધ, અપંગ છતાંય ધબકતા.
છતાંય ગૂંજે છે એ તારા મૌનમાં કેવા,
બનીને સજીવ નાવ જેમ સહજ સરકતા.
દિલમાં લગાવીને ઊંડી ડૂબકી એ તો,
ઊર્મિઓનાં મોતીઓને વિણીને લાવતા.
સાવ થીજી ગયેલી લાગણીઓને કેવા,
સ્નેહભરી ઉષ્માથી હળવે હાથે સહેલાવતા.
ને આવી તાજી ફૂટેલી કાંટાળી વેદનાઓને,
આમ રુજુતાથી હળવે હાથે પંપાળતા.
રિસાઇને દૂર જઇ બેઠેલા સાજનને 'જશ',
મધૂરું આવું હૈયાનું વહાલ ધરીને મનાવતા.