શું કરશો ?
શું કરશો ?
આમ ઉદાસ બેસીને શું કરશો ?
છાનાં આંસુડા સારીને શું કરશો ?
જે હતું કાંઇ થવાનું, થઇ ગયું ,
તો પછી ગુસ્સો કરીને શું કરશો ?
ગયા છો વધી ઘણા આગળ તમે ,
તો હવે પાછા ફરીને શું કરશો ?
લાલચોળ થયો છે એક ગાલ તો ,
પછી બીજો ધરીને શું કરશો ?
હોય મરવાનું તો એક જ વાર ,
આમ રોજ રોજ મરીને શું કરશો ?
તરવાની મજા તો હોય સમુદ્રમાં જ ,
નાનાં ખાબોચિયામાં તરીને શું કરશો ?
ચેન તો ગયા છો અમારાં હરી તમે ,
'જશ' હવે ચીર હરીને શું કરશો ?