કબર ક્યાંક તો છે
કબર ક્યાંક તો છે
અનિમેષ જોતી નજર ક્યાંક તો છે,
મને પણ નશાની અસર ક્યાંક તો છે.
જો ઊઘડી આ આંખો તો પામ્યું ના કાંઈ,
જે જોયું હતું મેં ભીતર ક્યાંક તો છે.
હવા, રંગ, ખુશ્બુ, અરીસો, પ્રતિબિંબ,
બધામાંય એની અસર ક્યાંક તો છે.
અહીં હું છુ વિહ્વળ, પાને કોઈ વ્યાકુળ,
વિરહમાં આ મીઠી સાબર ક્યાંક તો છે.
હજી વ્રણ છે તાજા, હજી યાદ છે એ,
વ્યથામાં હજી એ કસર ક્યાંક તો છે.
પરસ્પર અમે એકબીજામાં શામિલ,
હું અણજાણ ને એ બેખબર ક્યાંક તો છે.
એ અણજાણ જગ્યા, એ પરવત એ ઝરણાં,
એ રસ્તા,એ મંઝિલ, સફર ક્યાંક તો છે.
ગઝલ પણ હવે આ પૂર્ણ થવામાં છે આ,
અને આંખ નિદ્રા સભર ક્યાંક તો છે.
બધા માટે જગમાં છે ધરતીનો ખોળો,
હનીફ, એમ તારી કબર ક્યાંક તો છે.