Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hanif Sahil

Classics Inspirational Tragedy

4  

Hanif Sahil

Classics Inspirational Tragedy

વિષાદ

વિષાદ

1 min
13.6K


આંખોની સાથે જાગ્યો આ અંધકાર પણ,

બોઝલ આ રાત વીતી ને આવી સવાર પણ.

આ ઘર, દીવાલ, બારી, મેજ ને આ આઈનો,

એના સ્મરણના હોય છે કેવા પ્રકાર પણ.

પાછો વળી વળીને ગલીમાં જઈ ચડ્યો,

મનને મનાવતો જ રહ્યો સો સો વાર પણ.

એની સભાના તોર તરીકા જુદા જ છે,

આપે જો નિમંત્રણ, ના મળે આવકાર પણ.

ઠંડુ પડી રહ્યું છે બદન, શ્વાસ મંદ મંદ,

આવી ન કોઈ રાસ દવા, સારવાર પણ.

પગરવની સાથે કેમ આ ધડકી રહ્યું હૃદય,

મુજને તો કોઈનોય નથી ઇતેન્ઝાર પણ.

કાગળ ઉપર વિખેરી હ્રદયના વિષાદને,

એની જ લખો વાત ને એના વિચાર પણ.

મુજને મળી છે પ્રેમની સાથે જ પ્રતિષ્ઠા,

સાથે મળ્યા છે શીશ પર ચાંદીના તાર પણ.

ઊતરી રહી છે સાંજ ધૂંધલકાની જેમ ને,

આંખોથી દૂર થઇ એ વિહંગની કતાર પણ.

પર્વત, નદી, ઝરણા અને વાતો સમીર આ-

આ ઘરની કેદથી તો ઘણું છે બહાર પણ.

બેસી રહેશો ક્યાં સુધી એના વિષાદમાં,

ચાલો હનીફ કોઈ કરો કારોબાર પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics