મા
મા
મા માનું રુદન આદરી
જ્યારે ધરા પર મેં પગ દીધો,
કોક અંધારા મલકમાંથી
શિશુ બની હું અવતરી,
ત્યારે મા તું સૂરજનું પ્રથમ કિરણ બની.
લાડકોડથી ઉછેરી મને
પ્રેમનાં જળથી સીંચી મને,
ત્યારે મા તું ચંદ્રની શીતળચાંદની બની.
કાલીઘેલી બોલી બોલી
ડગુમગુ નાના ડગ ભરતી,
ત્યારે મા તું તારાનાં ઝુલતા તોરણ બની.
એબીસીડી કખગઘ શીખી,
શાળાનાં પ્રાગણે દોડતી,
ત્યારે મા તું મારામાં વીજનો ઝબકાર બની.
ક્યારેક પડી જતી,
ક્
યારેક બિમાર પડતી હું,
ત્યારે મા તું વ્હાલનાં વરસાદની હેલી બની.
યૌવનનાં ઉંબરે પગ દીધો
શૈશવનાં સ્મરણે ઝુલતી'તી હું,
ત્યારે માતું વસંતમાં કોયલનો ટહુકો બની.
જોતજોતામાં મોટી બની ગઈ
ને નૈનોમાં વસી ગયું કોઈ,
ત્યારે તું મા કન્યાદાન દઇ કર્ણ બની.
જીવનની તડકી છાંયડીમાં
લેતીતી સલાહ સૂચનો હું જ્યારે
ત્યારે તું મા એક ઘટાદાર વડલો બની.
આજે બની છે તું વટવૃક્ષ જ્યારે
ઝંખે છે એક સહારો તું જ્યારે,
હું છું કુંપળ તારી બનવાદે મા મને વડવાઈ તારી!