STORYMIRROR

Bharat Thacker

Classics

4  

Bharat Thacker

Classics

સંધ્યા

સંધ્યા

1 min
27.7K


આકાશના કેનવાસ પર રંગોની રાણી છે,

‘સંધ્યા’ એ આથમતા દીવસની ઉજાણી છે.

સંધ્યાનું સૌંદર્ય હોય છે સોહામણું,

સંધ્યાને માણનારે કુદરતને જાણી છે.


સંધ્યામાં સમાણું ભગવાનનું નુર છે,

સંધ્યામાં સમાયા શણગારના સૂર છે.

સંધ્યાનું સૌંદર્ય હોય છે સોહામણું,

સંધ્યાની મોજ હંમેશાં ચકચુર છે.


સલુણી સંધ્યાના અનેરા સ્પંદન છે,

સંધ્યા સમયની ભકિતને સૌના વંદન છે.

સંધ્યાનું સૌંદર્ય હોય છે સોહામણું,

સંધ્યા શાતા આપતું અનેરું ચંદન છે.


સંધ્યા, એ તો દિવસને આપેલી દાદ છે,

સંધ્યા, એ તો આવનારી રાત માટેનો સાદ છે.

સંધ્યાનું સૌંદર્ય હોય છે સોહામણું,

સંધ્યા એ તો પ્રભુ કેરો અનેરો પ્રસાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics