કર્મયોગી
કર્મયોગી
કર્મયોગી થૈ જાને તૈયાર કર્મપથ તારી રાહ જુએ છે.
હજુએ કાં લગાડે તું વાર? કર્મપથ તારી રાહ જુએ છે.
મુસીબતો છોને આવે ઝંઝાવાત બનીને તારા રાહમાં,
ધૈર્યપાથેય સદા ધરનાર કર્મપથ તારી રાહ જુએ છે.
પ્રારબ્ધ આજે ઊભું દ્વારે તારે જયમાળ કરગ્રહીને,
પુરુષાર્થે વિજયને વરનાર કર્મપથ તારી રાહ જુએ છે.
કંટકપથ તારો ના લેશ તને ડરાવનારો હે કર્મયોગી!
કરી લે પરિસ્થિતિ સ્વીકાર કર્મપથ તારી રાહ જુએ છે.
તું છો યુવાન તરવરતો રાખે ઇશ પણ આશા અપાર,
પ્રયત્ને પથ્થરમાં પ્રાણસંચાર કર્મપથ તારી રાહ જુએ છે.