STORYMIRROR

Chaitanya Joshi

Romance

3  

Chaitanya Joshi

Romance

સનમ.

સનમ.

1 min
17.4K


તારા ઘરનો રસ્તો ક્યાં જડે છે સનમ,

તારી મુલાકાત ક્યારે ફળે છે સનમ,


યાદ તારી અવિરત બેચેન કરનારી છે,

વહેતા અનિલે સંદેશો મળે છે સનમ,


દાસ્તાન દિલની કેમ કહી શકાય હવે?

ઉર થૈ ઉતાવળુંને પછી ફફડે છે સનમ,


નૈનપ્રતિક્ષા રહી ચાતકને હરાવનારી,

શશિ પણ વિરહાગ્નિને છેડે છે સનમ,


રીમઝીમ ધારે વર્ષા અગન બુઝાવતી,

પ્રકૃતિ વસંતબહાર આલાપે છે સનમ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance