STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy

3  

Chaitanya Joshi

Drama Fantasy

આસ્થા.

આસ્થા.

1 min
9.0K


ભક્તિ વિકાસ પામે છે આસ્થાના સહારે,

ને ઇશ્વરને ખૂબ ગમે છે આસ્થાના સહારે,


દ્વન્દ્વ દુનિયાનાં આસ્થાને વિચલિત કરનારા,

અચળતાથી એ શામે છે આસ્થાના સહારે,


પ્રગટી જાય છે નિજત્વ વ્યક્તિતણું એનામાં,

કેટકેટલું આખરે કામે છે આસ્થાના સહારે,


નરમાંથી નારાયણ બનાવનારું છે પરિબળ,

ખુદ ઇશ્વર હાથ થામે છે આસ્થાના સહારે,


પરવશ બનાવી દે છે પરમેશને ઇપ્સિત કાજે,

અંતે જીવ ગોલોકધામે છે આસ્થાના સહારે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama