હું જાઉં છું
હું જાઉં છું
હું જાઉં છું,
હા ઘર છોડીને જાઉ છું,
તમને તરછોડીને નહીં,
બે ખબર નહીં,
તમને કહી ને જાવ છું,
ઘર છોડીને જાઉં છું,
આ નથી એપ્રિલ ફૂલ,
આપી તમને બે ફૂલ,
આંગણું મહેકાવીને,
હું જાઉં છું,
પચાસ વર્ષની ઉંમર ને,
જોઈએ છે હવે આરામ,
ભજવા છે એને રામ,
નહીં મંદિર, નહીં મસ્જિદ,
નહીં ગુરુદ્વાર, નહીં ચર્ચ,
જાવું છે એને કૈલાસ ધામ,
છોડી સંસાર થાવું અંતર્ધ્યાન,
છોડી મોહમાયા,
આ સ્વાર્થી સંસાર ત્યજવો,
હરિ ને તો, હવે મનથી ભજવો,
છોડી મેલા વસ્ત્રો,
પહેરવા શ્વેત વસ્ત્રો,
લેવી છે મુક્તિ ચોર્યાશી લાખનાં ફેરામાંથી,
ભજુ કેમ ભગવાન, ઉકલું નહિ આમાંથી,
હું જાઉં છું,
ઘર છોડીને જાઉં છું,
છેલ્લી અવસ્થાયે લેવી શાંતિ,
આત્માને પરમાત્મા સાથે મેળવવા,
હું જાઉં છું,
બસ,ઘર છોડીને જાઉં છું,
તમને તરછોડીને નહીં,
તમને કહીને જાઉં છું,
હું જાઉં છું,
