STORYMIRROR

Prajapati Bharat

Drama

4  

Prajapati Bharat

Drama

મનોમંથન

મનોમંથન

1 min
704

સૂરજ અસ્તાચળે છે,

પડછાયા લાંબા થતા જાય છે,

રસ્તે ધૂળ ડમરી ઠેરઠેર પ્રસરી છે,

ઉડતા રજકણો,

મંદિરમાં થતા ઝાલર નાદને અવરોધે,

મનમાં થતા ઘંટારવને પકડવાના દાવપેંચ,

અવિરત વહ્યા કરતું મૌન ઝરણું,


ખળખળ વહેતું ઝરણું,

પડખે વૃક્ષો ,માળા ,કલરવતા પંખી,

ઝરણું !!

માત્ર ઝરણું ?

કયું ઝરણું ?


પગ બોળીને બળતરા ઓછી કરી,

આંખ વહેતા વહેણમાં લીન છે,


કંઈક વહ્યા કરે છે,

અવિરત દૂર દૂર સુધી,

એ ઝરણું મને નથી દેખાતું,

ડુબવું છે,

મને એ ઝરણા સુધી લઈ જાઓ,


હું નહી હોઉં તો એ ઝરણું વહ્યા કરશે ?

ક્યાં સુધી ?

મારા પરત આવવા સુધી કે પછી !!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama