STORYMIRROR

Prajapati Bharat

Drama

4  

Prajapati Bharat

Drama

વાંસળી

વાંસળી

1 min
445

વાંસળી 

મોઢે મૂકીને ..........

ચાર આંગળીને આમતેમ નચાવી

સાત સૂર પેદા કર્યા,


કોઈએ સાંભળ્યા ?

એણે કેટલી મહેનત કરી,

ભાન ભૂલાવી ગઈ,


સાત ચક્રોમાંથી પેદા થતી ધ્વનિ,

સાતે પાતાળને ચીરીને,

ગૂંજે છે મારા કાનમાં,


બેબાકળો ક્યાંય સુધી બેસી રહે,

વિચારો તોડી નાખે,

સ્થિતપજ્ઞતાને વલોવી નાખીને,

વલયોના વમળમાં ગૂંચવી દે,


મારા હાથે રણઝણતું સ્પંદન,

પાનની જેમ હવામાં ખળખળે,

દોડીને થાકેલી બાવરી આશાઓ,

નિસાસા નાખીને ઉભી છે..


વાંસળી તો વાગે છે,

ચાર આંગળીઓ નાચ્યા કરે છે, 

સાત સૂરોનો ધ્વનિ ચોફેર ફેલાય છે,


તારી આંગળીઓ,

તારા હોઠ,

તારી આંખ,

આ બધું કામણ જ ને !!


તું, હા તું કામણ જ કરે છે,

તારા અસ્તિત્વ માટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama