વસવસો
વસવસો


દર વખતે
ગામ,
નદી,
રસ્તો,
તળાવ,
શેરી,
મહોલ્લો,
પાદર,
સીમ,
મંદિર,
સ્મશાન,
વગડો,
લીલાંછમ ખેતર,
કલરવતાં પંખી,
રખડતાં કૂતરાં,
ચરતી ગાયો,
પાક ઘમરોળતાં રોઝડાં,
કૂવા પર ચાલતો કોશ,
પાકેલી કેરી,
મોહરેલો કેસૂડો,
લહેરાતો મોલ,
ભથવારી,
પરસેવે લથપથ મજૂર,
લાચાર બાપ,
કુંવારી કન્યા,
પાલવ પકડીને ચાલતો બાળક,
દૂર દૂર સુધી જોયા કરતી આંખો,
મોરની કળા,
કોયલનો ટહૂકો,
કોઈએ પહેરેલા મેંલાઘેલા,
વસ્તર,
હાય,હાય
મોંમોથી નીકળેલો
હાયકારો,
આંગણામાં પગલી પાડતું બાળક,
વાદળ વરસે એમ
શબ્દો વરસી પડ્યા,
આંગળીના ટેરવે,
ઝરણું એના રસ્તે મોજ કરતું,
નાચતું જાય,
લહેરખીના કિનારે કિનારે,
ધૂળ ધસે છે .....ધસે છે,
આઘા ખસો.