એકવાર જીંદગી જીવી તો જો
એકવાર જીંદગી જીવી તો જો
કાંટાળી વાડમાં મોલાદો વાવી તો જો,
કોઈ વણજારને બે પળ છાયડાંની મળી પણ જાય.
સાથીઓ સંગ સલાહ માંગી તો જો,
કોઈની બંદગી ખુદાના કાને પહોંચી પણ જાય.
પ્રેમની ચાહત એકવાર દેખાડી તો જો,
અસ્વીકારમાં પણ ગુલાબની પાંખડી ઉગી પણ જાય.
થોડીવાર શ્વાસને થોભાવી તો જો,
વ્યકત ના થયેલી લાગણીઓ થોડી વરસી પણ જાય.
અંતિમ ઘડીનું નાટક ભજવી તો જો,
ખોટું ખોટું સ્વર્ગને બે ઘડી નિહાળાઈ પણ જાય.
મોજમસ્તીથી થોડું જીવી તો જો,
જનાજાને પાછું જીવવાનું મન થઇ પણ જાય.
(માહી)