શુભ સવાર
શુભ સવાર


નિખરતા કુદરતનાં છોડની વૃદ્ધિની કોણ રોકી શકે?
ખાતરરૂપી કુદરતની બક્ષિસ જો એને સિંચે છે.
જો કદાચ, કોઈ તોફાન આજે એને ઝૂકાવે તો?
જુઓ, ખડા પગે ડાળની શાખાઓ બાજુમાં ઊભી છે.
લાગે છે, આજની પરોઢ રંગીન મિજાજમાં ઊગેલી છે,
બાગમાં આજે ફૂલોની બારાત જો આવી છે.
હસીન સુંદરતાથી હિલ્લોળે ચડ્યાં છે ભમરાઓ,
રંગબેરંગી ઉપવનની મીજબાની જો એને મળી છે.