STORYMIRROR

Mahika Patel

Inspirational

3  

Mahika Patel

Inspirational

ચાલ જિંદગી તને શીખવું

ચાલ જિંદગી તને શીખવું

1 min
54

સામસામે અથડાય બે પગકેડી, ત્યાં તું ખોવાઈશ, શું કરીશ?

ચાલ જિંદગી, તને પણ શીખવું થોડી શતરંજની ચાલબાજી.


દૂર દૂર સુધી નથી કોઈ વિસામો, નથી કોઈ વિરામ, ઉપરથી

મુસીબતરૂપે જિંદગી મુકતી જાય નવા નવા અલ્પવિરામો.


નિર્ણય પર અક્કડ રે'જે, અંદર રહેલા ડરને થોડો ચાવતી જજે,

આકરું લાગે તો થોડો જીવવાનો મિજાજ પણ બદલતી રહેજે.


કપાળના પરસેવામાં જ નસીબની રેખાઓની ઝલક મળે છે,

જિંદગી તારી જીંદાદીલી આ જ રીતે મપાય છે, જોવાય છે.


કાંટાળી કેડી અને થોડી પથ્થરની ઠોકરો દેખાઈ? ત્યાં વળજે,

અને માન જે કે આ જ રસ્તો કોઈ મંઝિલ સુધી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational