STORYMIRROR

Isha Kantharia

Inspirational

4  

Isha Kantharia

Inspirational

દુશ્મની

દુશ્મની

1 min
290

ઉતારી જુની દુશ્મનીનો રંગ,

દુશ્મનીનો કરીએ આજે ભંગ.


હોળીના દહનમાં નાખીએ બધા,

દુઃખો, મતભેદો, અભિમાન સંગ.


નવા સંબંધની કરીએ શરૂઆત,

એકમેકના હૈયા ભરીએ ઉમંગ.


શુષ્ક, બેજાન બનેલ જીવનમાં,

આપણે ભરી દઈએ પ્રેમનો રંગ.


"સરવાણી"ગુલાલ અને રંગોથી રંગાઈને,

દુશ્મની ઉપર જીતી જઈએ જંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational