STORYMIRROR

Isha Kantharia

Inspirational

4  

Isha Kantharia

Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
270

આકાશે અને જમીન પર સફર હું કરનારી,

બસ લાગણી, પ્રેમમાં જ હું જાઉં છું હારી.


સહનશક્તિની તો હું મુરત છું પણ ક્યારે,

ચુપકીથી આંખમાંથી વર્ષા વરસાવનારી.


ચરિત્ર પર નજર કે આંગળી ઉઠાવે કોઈ,

તો એને આંખના અંગારાથી ભસ્મકરનારી.


તેમ છતાં કોઈક વાર પ્રેમમાં પ્રેમીના હાથે,

મારા શરીરે ધાર ધાર કરતી ફરે છે કતારી.


"સરવાણી"સ્ત્રી જગદંબા,સરસ્વતી છે પણ,

કોઈવાર એ બને મહાકાલીનું રૂપ ધરનારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational