STORYMIRROR

Isha Kantharia

Romance

4  

Isha Kantharia

Romance

લાગણી

લાગણી

1 min
299

આંખોમાં રહેલી લાગણી તને સમજાય એમ નથી,

મારા હૈયાની આ વેદનાઓ તને સમજાય એમ નથી,


તું વાત કરે છે પ્રેમની અને વિશ્વાસની તો સાંભળ,

મારા આ આસુંઓ પણ તારાથી સચવાય એમ નથી.


તે તો વાયદો કર્યો હતો જન્મો જનમ સાથે રહેવાનો,

પણ તારાથી તો બે કદમ પણ સાથે ચલાય એમ નથી.


પ્રેમમાં તો મેં હજાર વાર અપમાન ના ઘૂંટડા પીધા છે,

પણ તારાથી તો પ્રેમની બે બુંદ પણ પીવાય એમ નથી.


"સરવાણી" પાગલ બની મૃગજળ પાછળ ભાગતી હતી.

તેનાથી તો પ્રેમ વરસાદની એક બૂંદ વરસાવાય એમ નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance