STORYMIRROR

Isha Kantharia

Romance Tragedy

4  

Isha Kantharia

Romance Tragedy

કિનારો (પ્રેમ જીવન)

કિનારો (પ્રેમ જીવન)

1 min
299

પ્રેમના આ સાગરનો કોઈ કિનારો નથી હોતો,

કાંટાળી કેડીમાં પ્રેમથી મોટો સહારો નથી હોતો,


સ્પર્ધાત્મક બની ગયેલા આ યુગમાં થાકેલાનો, 

પ્રેમ ભરેલા હૈયા સિવાઈ કોઈ ઉતારો નથી હોતો,


ઊંચા સ્થાને પહોંચી ભલે જમો સોનાની થાળીમાં,

પણ મિત્રો પ્રેમથી ઊંચો કોઈ સિતારો નથી હોતો,


ભલેને મોટા કવિવરો ઠેકડી ઊડાવતા મારી પણ,

પ્રેમીએ છંદ વગર લખેલ ગઝલ લવારો નથી હોતો,


"સરવાણી" પાપ પુણ્ય પર ભલેને કર્મ નકકી થાય,

પણ પ્રેમ વિના સફર તો કોઈનો જન્મારો નથી હોતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance