આવડી જાય છે
આવડી જાય છે
નાળથી જે કપાઈ લડી જાય છે ;
શ્વાસ લેતા પછી આવડી જાય છે .
સાથ તું હોય છે એટલે આ પવન ;
ભીંતની પીઠને થાબડી જાય છે .
બાળપણ જાળવી ના શકાયું કદી ;
બહાર ખોવાય ભીતર જડી જાય છે.
લક્ષ્મી દ્વારે ઉભી, મોં ન ધોવા જતાં ;
કાળની શુભ મંગળ ઘડી જાય છે.
ફૂલ ઝાકળ સરીખો અનુબંધ છે ;
કે મળો ત્યાં તો છુટા પડી જાય છે