STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

3  

Dilip Ghaswala

Inspirational

અલુણા કાવ્યો

અલુણા કાવ્યો

1 min
183

(૧) હાસ્ય કવિતા..


ગોરમાનો વર લાસરિયો ને,

સ્વીમીંગ પુલમાં નાહવા જાય રે ગોરમા...

શિરે તે 'એડિડાસ' ની કેપ રે..

સિસોટી મારતો જાય રે ગોરમા..


આંગળીએ ઝૂલે બાઈક તણી ચાવી..

બાઈક “ધૂમ" સ્ટાઇલે ભગાવતો જાય રે ગોરમા...

ગોરમાનો વર..


બાપને પૈસે કરે લીલાલહેર ને

છોકરીને આંખ મારતો જાય રે ગોરમા... ગોરમાનો વર...


આંખ બાડી અને નજર જુએ ફાડી..

'મોમ' એના લાલની નજર ઉતારતી જાય રે ગોરમા...

ગોરમાનો વર..


ખાલી ખિસ્સા અને ભપકા ભારી..

ફાફડા, ચટણી, લોચો ખાતો જાય રે ગોરમા.. ગોરમાનો વર...


ગોરમાનો વર લાસરિયો ને સ્વીમીંગ પુલમાં નાહવા જાય રે ગોરમા...


 (૨) ગોરમા - ગઝલ


ગોરમાને જે પૂજે,

પાંચ જણ એને પૂછે.


દીપ શ્રદ્ધાના જલે,

લૂણ વિહીન કન્યા ઝૂલે.


 પ્રાપ્ત થાશે વર સરસ,

જ્વારા સપનામાં ઊગે.


પર્ણ આ પીળા પડે,

વ્રત જો કોઈથી તૂટે.


મન બને જો આ અડગ,

મહેંદી માણીગર મૂકે,


વર અને ઈશ્વર “દિલીપ";

વૃક્ષ કદંબોના ઝૂકે.


 (૩) અલુણા કાવ્ય..


લ્યો આવ્યો

અનરાધાર આ અષાઢ..

લઈને ઉત્સવોની હેલી...

ચાલો,

ગૌરી પૂજનીએ જઈએ..

સૌ સલૂણી સહેલીઓ..

ગોરમાને રિઝવીએ.. કરી અલૂણાવ્રત..

પ્રાર્થના કરીએ આજ..

ગોરમા, ઓ લીલાછમ્મ ગોરમા...

મનનો માણીગર દેજો.. માવડી મનગમતો..

અમને હસતો રમતો એક વર દેજો રે.. 

ઓ માવલડી..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational