નીતરી છે
નીતરી છે
1 min
245
શુભ આશિષ આભમાંથી નીતરી છે,
લગ્નની ખટમીઠી એનીવર્સરી છે.
આ ગળા સુધી ધરાઈને જીવ્યા છે,
દાંપત્યની હર ક્ષણો બસ અવતરી છે.
હાથમાં લઈ હાથ ચાલ્યા'તા એ રાતો,
ચંદ્ર એ ખુદ ચાંદનીથી જો ભરી છે.
વ્હાલને વરસાવતો આ ઠાઠ દેખી,
કામ દેવોની અમી દ્રષ્ટિ ઠરી છે,
વ્હાલના કોરા વસિયત પત્રમાં મેં,
જાત આખી તારા નામે લે કરી છે.