Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

4  

Dilip Ghaswala

Drama

બિડાય છે

બિડાય છે

1 min
294


પાંખડીઓ ફૂલની બિડાય છે,

કેદ મધુકર વ્યગ્ર થઈ મુંઝાય છે, 


એક મોજું એ રીતે અથડાય છે,

લાંગરેલા વ્હાણે જીવ બંધાય છે,


સોય આશાની મળી તૂટેલી છે;

સ્વપ્ન પણ તૂટેલ કયાં સંધાય છે !


મત્સ્ય કન્યાનો ઝુરાપો એ જ કે,

પ્રાણ વાયુ સાથે ક્યાં જીવાય છે ?


પામવાને પ્રેમ માતાનો "દિલીપ"

મા ના હૈયે ખુદ ઈશુ સંતાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama