STORYMIRROR

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

આંતર થડ લગ્ન

આંતર થડ લગ્ન

1 min
219

એક વૃક્ષની ડાળીને બીજા વૃક્ષની ડાળી સાથે થઈ ગયો પ્રેમ..

અને રચાઈ ગયું..

પ્રણય મગ્ન પ્રેમ વિશ્વ..


પવને મહેક સાથેના મેળાપીપણામાં વાતને કરી દીધી વાઇરલ..

વનરાજીએ રાજી રાજી થઈ એમના ઉપર કરી પુષ્પ વૃષ્ટિ..

અને આકાશની ન્યૂઝ ચેનલ પર


વીજના કેમેરા હેઠળ..

ચમક્યા બ્રેકિંગ ન્યૂઝ..


આંતર થડ વૃક્ષની ડાળીઓનો પરિણય..

વૃદ્ધ વૃક્ષોની નિશ્રામાં રચાશે પરિણય મંગલ...


આગામી વસંત પંચમીએ..

સમગ્ર વનરાજીના પર્ણો એ

વરસાવ્યો લાઈકનો વરસાદ..

વસંતના પહેલા પ્રહરમાં પર્ણોનું પ્રેમ વિશ્વ મઘમઘતું થઈ લહેરાવા લાગ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama