હૃદયનો ધબકારો મારો
હૃદયનો ધબકારો મારો
સંકટનો તું છે સહારો રે મારો,
તું છે હૃદયનો ધબકારો મારો… સંકટનો તું૦...
દિલની વાતો તે વણ કીધે વાંચી,
વિપતો તે ચપટી વગાડી ભગાડી,
તું છે જગતનો કિનારો રે મારો…
તું છે હૃદયનો ધબકારો મારો… સંકટનો તું૦...
અંધારી રાતમાં તે પ્રકાશ રે આપ્યો,
સાચો માર્ગ તે મને રે બતાવ્યો,
તું છે રાહ ચિંધનારો રે મારો…
તું છે હૃદયનો ધબકારો મારો… સંકટનો તું૦...
હર ક્ષણે તું બન્યો પડછાયો,
કૃષ્ણ ને કર્ણનો ધર્મ નિભાવ્યો,
તું છે સુખ-દુઃખનો સથવારો રે મારો,
તું છે હૃદયનો ધબકારો મારો… સંકટનો તું૦...
તું ભેરૂ નહિં છે ભગવાન મારો,
'અર્જુન'ને મન શ્યામળિયો વ્હાલો,
તું છે જીવનનો આધારો રે મારો,
તું છે હૃદયનો ધબકારો મારો… સંકટનો તું૦...