Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arjun Gadhiya

Tragedy Others

4  

Arjun Gadhiya

Tragedy Others

ચકલી ગયાં પછી

ચકલી ગયાં પછી

1 min
62

ઘટાટોપ લીલા ઝાડમાં ન પાન લાગે છે,

ઓલી ચકલી ગયાં પછી એ વેરાન લાગે છે,

ચિચિયારીથી ગુંજતું 'તું,

ચણચણ એ તો ચણતું 'તું

માળામાં એ વસતું 'તું,

એમાં જ એ તો હસતું 'તું

પણ આજે તો ખંડેર એક મકાન લાગે છે,

ઓલી ચકલી ગયાં પછી એ વેરાન લાગે છે…

પાંપણ હોત તો એને પલાળત,

એકલું બેસી આંસુ પાડત

વાચા હોત તો અવાજ નાખત,

ચકલીને એક સાદ આપત

પણ આજે તો સાવ એ હેરાન લાગે છે,

ઓલી ચકલી ગયાં પછી એ વેરાન લાગે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy