ઝૂંપડે રજવાડા
ઝૂંપડે રજવાડા
ક્યાંક ઝૂંપડે રજવાડા દીસે છે,
ક્યાંક મહેલોમાં બળે અંધારાં…
જેવું મનડું; આંખ એવું જૂએ છે,
કોઈને સારાં; કોઈને નઠારા...
કો'ક આપી દઈ મીઠાં રહે છે,
કો'ક ભેગાં કરીને ખારાં…
કો'ક રાજી બેમાં પૂછાઈ રહે છે,
કો'ક દુઃખી વાગે ભલે નગારાં…
ક્યાંક કાદવમાં સુંદરતા ઊગે છે,
ક્યાંક બાગમાંય ઊગે કાંટા… ક્યાંક૦…
કોઈને પાણા મળે તોય સંતોષ છે,
કોઈ છે અતૃપ્ત મેળવીને હીરા...
કોઈને ડાંગર એમાં દેખાય છે,
કોઈને દેખાય છે નકરા ગારા…
ક્યાંક ઝૂંપડે દાતા દેખાય છે,
ક્યાંક મહેલે દેખાય બિચારા… ક્યાંક૦..