ભ્રમણા
ભ્રમણા


તમે તનડું મારું બાંધી શકો;
પણ મનડું મારું મુક્ત છે,
છે આ જ જીવન લેખ મારો;
ને આ જ જીવન સૂક્ત છે…
રચ્યો છે મેં સંસાર શબ્દનો મારો;
એમાં નથી કોઈ ફાળો તમારો,
ખોટો છે વહેમ એ તમારો;
કે "આ અમારી કૃપા યુક્ત છે..." તમે...
થાક્યો નથી ગીતો ગાતા હજી;
ને શબ્દો પણ ક્યાં ઘસાયા હજી ?
કંડારી નહીં શકે પથ આ 'અર્જુન';
માન્યતા એ તમારી રૂઢિચુસ્ત છે... તમે...