ઉર લગી પહોંચવા દે
ઉર લગી પહોંચવા દે


નથી મન સુધી જવું ઉર લગી પહોંચવા દે,
સાંભળી વાતો મનની ઉરની સાંભળવા દે.
વાદવિવાદને મતભેદની દુનિયા છોડી હવે,
સંવાદ અને સહકારની વાત હવે તું કરવા દે.
ગુમાવ્યું કેટકેટલું એકમેકને માપવાની રીતે,
ત્યજી એ વલણ પરસ્પર પ્રેમથી પામવા દે.
જોઈ લેવાની વૃતિએ વધાર્યું અંતર કેટલું?
હવે સમજી લેવાની માનસિકતા રાખવા દે.
થોડાંને ઝાઝું માની બેઠા આપણે સૌ કેવા?
એ દ્રષ્ટિનો વ્યાપ વ્યવહારે આચરવા તું દે.