વાંચી શકે ખરાં !
વાંચી શકે ખરાં !


પક્ષી ભણ્યાં નથી પણ વાંચી શકે ખરાં;
શાસ્ત્રીયતા વિના પણ ગાઈ શકે ખરાં !
એ એટલું જ જાણે ગાવું ને ઉડવું;
પોતીકા સ્વરને પોતે નાણી શકે ખરાં !
માળાનું વિશ્વ મોઘમ એને બહું થયું--
સ્વપ્નોય પણ સહજતમ લાવી શકે ખરાં !
પળપળ મળ્યા તે સઘળા પાંખો મહીં સજાવી--
શ્વાસોય જિંદગીના ગાળી શકે ખરાં !
જીવન-જગત કે ઈશ્વર ચર્ચાય ક્યાં કરે છે?
ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં !
સૂરજની પહેલાં ડૂબી ઊગેય આગવાં--
કલરવથી સારી સૃષ્ટિ થામી શકે ખરાં !
"ગુણવંત" પક્ષી; પવનો; વૃક્ષો; પતંગિયું--
બનતાં જ રંગરંગે ન્હાઈ શકે ખરાં !