'રામ' હો કે 'શ્યામ'
'રામ' હો કે 'શ્યામ'


સાવ સીધો હોય રસ્તો આવ સાથે ચાલીએ,
માનવીના ભેદ ભૂલી પ્રેમથી મ્હાલીએ.
ઘર ભલે નાનું રહ્યું પણ દિલ મોટું રાખજો,
કામ સઘળા પાર પડશે હાથ એનો ઝાલીએ.
ખોટ ન લાગે કદીયે તેમ હું બોલાવતી,
ઘોર અંધારા મહીં લઈ તેજકિરણો ચાલીએ.
લાગણીના છોડવાઓ સાચવી હું ચાલતી,
ઘર મહેંકતું રાખવાને બંધ હોઠે બોલીએ.
આરસીમાં ખુદ નીરખતી છેક અંદર જઈ પછી,
'રામ' હો કે 'શ્યામ' સઘળું એક સરખું તોલીએ.