ચિઠ્ઠી
ચિઠ્ઠી

હું તો ગઈ 'તી આજ જોને ડાકઘર આગળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
હું પણ વાંચી હરખાઉં જોને શબ્દોની સાંકળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
સરનામું મારું ગોતે જોને આ પેલી તે ભાગોળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
હૈયામાં સ્વજન સંગ મળવા ઉમટ છે હા વાદળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
મળવા બોલાવે તો હું લઈ ચાલું આજ કાવળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
અનાથના જીવતરમાં દર્દ કેવા પડ્યા છે પાછળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
આંખોમાં આવે રોજ રોજ આ કેવા ઝાકળ;
કોઈ મને પણ મોકલે જોને ચિઠ્ઠી ને કાગળ...!
ફરિયાદ આજ રૂડા પ્રભુને કરતી કેવી અકળ;