STORYMIRROR

Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

શહીદ

શહીદ

1 min
298


મા ભોમને કાજ સમર્પિત જેનું જીવન તે ...શહીદ,

જનનીના ધાવણની કિંમતને જાણતો તે...શહીદ..!


પરિવારની માયા છોડીને દેશસેવા કરતો તે... શહીદ,

જીવનમાં સુખ સમૃદ્ધિ છોડી રક્ષણ કરે તે... શહીદ...!


ટાઢ, તડકો વેઠી જતન જે દેશવાસીનું કરે તે... શહીદ,

હિમ પર્વત પર ચઢી જઈ યુદ્ધ એલાન કરે તે.. શહીદ...!


વીર જવાનોની જુબાન પર વતનનું માન તે... શહીદ,

કાંટા ઉપર ચાલી દુશ્મન દેશને આપે માત તે... શહીદ...!


હસતાં હસતાં માતૃભૂમિ ન્યોછાવર કરે તે... શહીદ,

છાતી ઉપર ગોળીઓ ઝીલીને પ્રાણ ત્યજે તે... શહીદ...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational